ગુજરાતમાં ફરી અંબાલાલ પટેલની તારીખ-વાર આગાહી, વંટોળ સાથે પડશે માવઠું?

ગુજરાતમાં ફરી અંબાલાલ પટેલની તારીખ-વાર આગાહી : ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગુજરાતમાં વારંવાર વરસાદના વેદાંત જોવા મળ્યા છે અત્યાર સુધીમાં અંબાલાલ પટેલ ની તમામ સંભાવનાઓ સાચી પડી છે તેવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મે મહિના માટે ની આગાહી કરવામાં આવી છે આજે આપણે આલેખમાં આ વિશેની તમામ માહિતી મેળવીશું.

ગુજરાતમાં ફરી અંબાલાલ પટેલની તારીખ-વાર આગાહી

અંબાલાલ પટેલ દ્વારા મે મહિના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ મહિનામાં મોસમ પ્રિમોન્સૂન એક્ટિવિટી વાળો જોવા મળશે અને આકાશમાં વાદળો છાયા રહે છે. વરસાદ ગમે ત્યારે આવી શકે છે અને આખો મહિનો વરસાદ છાયો રે જોવા મળશે એવી આગાહી કરવામાં આવે છે.

આજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને 3 મે સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ,  દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટી આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ આવી સકે છે . પરંતુ મે મહિનામાં ક્યારેક ગરમી અને ક્યારેક વરસાદ થતાં હવામાનમાં પલટો આવશે. આથી ગરમી એકધારી ન રહેશે નહી તેવું કહેવામાં આવ્યું છે.

નિષ્ણાત પટેલના જણાવ્યા અનુસાર ગરમીનો રહેવાની શક્યતા ઓછી રહેશે અને મે મહિનામાં ગુજરાતના ઘણા બધા ભાગોમાં ભારે પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે જેમાં બે મેથી આઠમે અને 15 મી થી 20 મે સુધી પ્રીમોનસૂન એક્ટિવિટીમાં વરસાદ થશે અને આ વરસાદ આંધી અને વંટોળ સાથે પણ થઈ શકે છે એવું અનુમાન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત ક્રિષ્ના ઉતર પર્વતીય પ્રદેશોમાં એપ્રિલમાં હિમવર્ષા થઈ શકે છે અને મે મહિના ગરમ ન રહેતા સામાન્ય રીતે ચોમાસા જેવી અસર વર્તાઈ શકે છે આમ છતાં હિંદ મહાસાગરનું વાતાવરણ સાનુકૂળ રહેવાથી ચોમાસામાં સારો એવો વરસાદ જોવા મળે છે જૂન મહિનામાં ગરમી પણ પડશે અને ચોમાસાના શરૂઆતનો વરસાદ પણ સારો એવો જોવા મળશે એવું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે.

10 જૂન અને 15થી 30 જૂન આસપાસ સારો વરસાદ થવાની શક્યતાઓ મનાય છે . મે મહિનામાં બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઊભા થવાની શક્યતાઓ જોજોવા મળી સકે છે . જેના કારણે ચક્રવાત ઉભા થવાની શક્યતાઓ રહેશે. મે માસમાં અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. દક્ષિણ ભારતમાં ચક્રવાતના લીધે વરસાદ થવાની શક્યતાઓ રહેશે.

ગુજરાતમાં ફરી અંબાલાલ પટેલની તારીખ-વાર આગાહી

આગામી 5 દિવસ કમોસમી વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય, ગુજરાતના અમુક વિસ્તારમાં માવઠાની અશર જોવા મળી સકે છે . દક્ષિણ ગુજરાતના તાપી, નર્મદામાં માવઠાની આગાહી છે. વાવાઝોડા સાથે કમોસમી વરસાદ થઇ સકે છે . અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં ભારે પવન ફૂંકાવાની આશંકા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની સંભાવના છે. જ્યારે બે દિવસ 39થી 40 ડિગ્રી તાપમાન રહેશે. ખાસ કરીને પારો 40 ડિગ્રીને પાર જવાની શક્યતા નહીવત છે.

Leave a Comment